• bg4
  • bg4
  • bg4
  • bg4
  • bg4
  • bg4

College Events

ભૂતપૂર્વ વિદ્યાર્થી સ્નેહમિલન

આપને જણાવતા આનંદ થાય છે કે આપણી માતૃસંસ્થા 25 માં વષૅમાં પ્રવેશ કરવા જઈ રહી છે જે સંદર્ભે આગામી સમયમાં ભૂતપૂર્વ વિદ્યાર્થી સ્નેહમિલન નુ આયોજન કરવાનુ હોય તો આપના સહકારની અપેક્ષાસહ .... આ અનુસંધાને નીચે ની google form link માં આપની માહિતી આપવા વિનંતી સહ.... આભાર

વડગામ કોલેજની પૂર્વ વિદ્યાર્થીની વૈદેહી ચૌધરીની એશિયન ગેમ્સમાં પસંદગી

શ્રી વડગામ તાલુકા જણા કેળવણી મંડળ સંચાલિત શ્રી યુએસ ચૌધરી આર્ટસ કોલેજ વડગામની ભૂતપૂર્વ વિદ્યાર્થીની વૈદેહી ચૌધરી ની એશિયન ગેમ્સ લોન ટેનિસની ટીમમાં ઓલ ઇન્ડિયા ટેનિસ એસોસિએશન દ્વારા એશિયન ગેમ્સ માટે પસંદગી કરવામાં આવી છે. કોલેજ પરિવાર તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે.


વર્લ્ડ યુનિવર્સિટી ટુર્નામેન્ટ મા ટેનિસ(બહેનો) કેપ્ટન તરીકે ભારતનું પ્રતિનિધિત્વ કરશે.

શ્રી.યુ.એચ.ચૌધરી આર્ટ્સ કોલેજ વડગામની વિધાર્થીની વૈદેહી ચૌધરી વર્લ્ડ યુનિવર્સિટી ટુર્નામેન્ટ માટે ટેનિસ(બહેનો)ની સિલેક્શન ટુર્નામેન્ટમાં ફાઇનલમાં ચેમ્પિયન બની છે. હવે તે વર્લ્ડ યુનિવર્સિટી ટુર્નામેન્ટ જે જુલાઇ મહિનામાં "નાપોલી" ઇટાલી ખાતે યોજાનાર છે તેમાં કેપ્ટન તરીકે ભારતનું પ્રતિનિધિત્વ કરશે.









વૈદેહી ચૌધરી એ ખેલો ઇન્ડિયા અંતર્ગત નેશનલ લેવલે ગોલ્ડ મેડલ જીત્યો

વડગામ કોલેજની વિદ્યાર્થીની વૈદેહી ચૌધરી એ ખેલો ઇન્ડિયા અંતર્ગત લોંગ ટેનિસમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતા તારીખ 19/1/2019 ના રોજ મહારાષ્ટ્રના પૂના મુકામે આયોજિત લોંગ ટેનિસ સ્પર્ધામાં નેશનલ લેવલે ગોલ્ડ મેડલ જીત્યો,

અત્રે ઉલ્લેખનીય છે કે થોડા જ દિવસ પહેલા લોંગ ટેનિસ ની ઓલ ઇન્ડિયા ઇન્ટરયુનિવર્સિટી ટેનિસ ટુર્નામેન્ટ (વુમેન) મા વૈદેહી ચૌધરી નેશનલ ચેમ્પિયન બની હતી જે યુનિવર્સિટીના ઇતિહાસમાં પ્રથમ વખત વેસ્ટ ઝોનની સ્પર્ધામાં યુનિવર્સિટી ચેમ્પિયન બનેલ છે.

JFlQF"SMt;J VG[ ;[DPv& GF lJWFYL"VMGM X]E[rKF ;DFZMC

Read more

Copyright © Shree UH Chaudhari Arts College Vadgam. All rights reserved. | Designed & Developed By : www.onwebbox.com