શ્રી વડગામ તાલુકા આંજણા કેળવણી મંડળ, વડગામ સંચાલિત શ્રી યુ.એચ.ચૌધરી આર્ટ્સ કોલેજ/ કોમર્સ કોલેજ અને ડી.એચ.એસ.આઈ (DHSI) કોલેજ અને કલ્યાણ વિમેન્સ હોસ્પિટલ, પાલનપુર દ્વારા અંબાજી મેળાના પદયાત્રીઓ માટે વિના મુલ્યે "મેડિકલ સેવા કેમ્પ" નું આયોજન તા.12 -09 -2024 થી તા.17 -09 -2024 સુધી પાલનપુર-અંબાજી હાઇવે, ધનપુરા પાટિયા પાસે યોજાયો. આર્ટ્સ કોલેજના પ્રિન્સિપાલ ડો.એલ. વી.ગોળ અને કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ ડી.બી. જગાનીયાના માર્ગદર્શન હેઠળ ત્રણેય કોલેજના અધ્યાપકો અને ડી.એચ.એસ.આઈ, એન.સી.સી (NCC) અને એન.એસ.એસ(NSS)ના સ્વયંસેવકો સેવા કેમ્પ ઉપર રાત-દિવસ પદયાત્રીઓની સેવા કરી હતી. પદયાત્રીઓને વિવિધ પ્રકારની જરૂરી દુખાવાની દવાઓ આપી, ગરમ પાણીથી હાથ પગ ધોઈ મલમ ઘસી આપવું. પાવડર લગાવવું. વાગ્યા ઉપર પાટા-પિંડી કરી આપેલ. સાથે- સાથે કેમ્પની આજુબાજુ સફાઈનું પણ ધ્યાન રાખ્યું હતું. કેમ્પ માટેની તમામ દવાઓ કલ્યાણ વિમેન્સ હોસ્પિટલ, પાલનપુર દ્વારા પુરી પાડવામાં આવેલ.
મંડળ અને કોલેજના પ્રિન્સીપાલે તમામ સ્ટાફ અને વિદ્યાર્થીઓને/સ્વયંસેવકોને અભિનંદન પાઠવ્યા હતા.
જય શ્રી અંબે