પ્રવેશોત્સવ 2023 ની ઉજવણી
શ્રી વડગામ તાલુકા આંજણા કેળવણી મંડળ ,વડગામ સંચાલિત શ્રી યુ.એચ. ચૌધરી આર્ટસ કોલેજ , કોમર્સ કોલેજ ,ડિપ્લોમા હેલ્થ એન્ડ સેનેટરી ઇન્સ્પેક્ટર(DHSI) કોલેજ ,વડગામ ના સંયુક્ત ઉપક્રમે આજે તા. 18 -7 -2023 ના રોજ પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને આવકારવાનો (પ્રવેશોત્સવ) કાર્યક્રમ રાખેલ હતો. આજના કાર્યક્રમમાં મંડળના પ્રમુખ શ્રી રામજીભાઈ વી. પટેલ,મંત્રીશ્રી ફલજીભાઈ ભટોળ,સહમંત્રીશ્રી અભુભાઈ ભુતડીયા, આદર્શ સ્કૂલના નિયામકશ્રી રઘુભાઈ ડેલ હાજર રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત સર્વ ધર્મ પ્રાર્થનાથી કરી હતી. ત્યારબાદ મહેમાનોનું શબ્દો રૂપી સ્વાગત આર્ટસ કોલેજના પ્રિ. ડૉ. એલ.વી. ગોળ સાહેબે કર્યું હતું. ત્યારબાદ પુષ્પગુચ્છ થી મહેમાનોનું સ્વાગત કર્યું હતું. મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુક્યો હતો. તેમજ ભારતીય પરંપરા મુજબ નવીન પ્રવેશ લીધેલ વિદ્યાર્થીઓનું કંકુ-તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કોમર્સ કોલેજના કા.પ્રિ. ડી.બી. જગાણીયા સાહેબે વિદ્યાર્થીઓને નવી શિક્ષણ નીતિ વિશે માહિતી આપી હતી. આ ઉપરાંત વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક પ્રોગ્રામ રજૂ કર્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ. વિપુલ જોશી એ કર્યું અને આભાર વિધિ ડૉ.ભારમલભાઈ પી.કણબીએ કરી હતી.