શ્રી વડગામ તાલુકા આંજણા કેળવણી મંડળ સંચાલિત કોમર્સ કોલેજ, વડગામ, તથા શ્રી. યુ. એચ. ચૌધરી આર્ટ્સ કોલેજ, વડગામ, તેમજ DHSI કોલેજ, વડગામ, ના સંયુક્ત ઉપક્રમે તા. ૨૨/૦૧/૨૫ બુધવાર થી તા. ૨૫/૦૧/૨૫ શનિવાર દરમિયાન વિવિધ કૌશલ્ય કાર્યક્રમ સપ્તાહ ની ઉજવણી શરૂ કરવામાં આવેલ છે. તે અંતર્ગત આજ રોજ તા. ૨૫/૦૧/૨૫ ને શનિરવારના રોજ સ્પોર્ટસ ડે જેમાં વિવિધ ફન ગેમ્સનું આયોજન કરેલ હતું . જેમાં વિદ્યાર્થીઓએ બહોળા ઉત્સાહ સાથે ભાગ લીધેલ. આ સમગ્ર કાર્યક્રમ આર્ટ્સ કોલેજના પ્રી. શ્રી. ડો એલ. વી. ગોળ સાહેબન અને કોમર્સ કોલેજના ઈન. પ્રી. શ્રી ડી. બી. જગાનિયા સાહેબના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમનું સફળ સંચાલન પ્રા. હાર્દિકભાઇ ચૌધરી (સ્પોર્ટ્સ) અને પ્રા. ડો. મૌનાલીબેન પુરોહિત એ કરેલ હતું, તેમજ તમામ સ્ટાફમિત્રોના સંપૂર્ણ સહયોગથી આજનો કાર્યક્રમ સફળરીતે પૂર્ણ થયેલ છે. વધુમાં….કૌશલ્ય વર્ધન કાર્યક્રમ સપ્તાહમાં સહયોગ આપનાર તમામ સ્ટાફમિત્રોનો આભાર વ્યક્ત કરીએ છીએ.
Copyright © Shree UH Chaudhari Arts College Vadgam. All rights reserved. | Designed & Developed By : www.onwebbox.com