News & Updates

24
Jan
2025
તા. ૨૪/૦૧/૨૫ ને શુક્રવારના રોજ ઓપન સ્ટેજ પર્ફોમન્સ સ્પર્ધા નું આયોજન કરેલ

શ્રી વડગામ તાલુકા આંજણા કેળવણી મંડળ સંચાલિત કોમર્સ કોલેજ, વડગામ, તથા શ્રી. યુ. એચ. ચૌધરી આર્ટ્સ કોલેજ, વડગામ, તેમજ DHSI કોલેજ, વડગામ, ના સંયુક્ત ઉપક્રમે તા. ૨૨/૦૧/૨૫ બુધવાર થી તા. ૨૫/૦૧/૨૫ શનિવાર દરમિયાન વિવિધ કૌશલ્ય કાર્યક્રમ સપ્તાહ ની ઉજવણી શરૂ કરવામાં આવેલ છે. તે અંતર્ગત આજ રોજ તા. ૨૪/૦૧/૨૫ ને શુક્રવારના રોજ ટ્રેડિશનલ ડે જેમાં ભારતીય વિવિધ વેશભૂષાઓ અને સંસ્કૃતિને ઉજાગર કરે તેવી ઓપન સ્ટેજ પર્ફોમન્સ સ્પર્ધા જેવી કે સિંગિંગ, ડાન્સિંગ, મિમિક્રી, એક પાત્ર વગેરે સ્પર્ધા નું આયોજન કરેલ હતું . જેમાં વિદ્યાર્થીઓએ બહોળા ઉત્સાહ સાથે ભાગ લીધેલ અને સુંદર કૃતિઓ રજૂ કરેલ. આ સમગ્ર કાર્યક્રમ કોમર્સ કોલેજના ઈન. પ્રી. શ્રી ડી. બી. જગાનિયા સાહેબના માર્ગદર્શન હેઠળ અને આર્ટ્સ કોલેજના ઈ. પ્રી. શ્રી બી. પી. કણબી. સાહેબના સહયોગથી આ કાર્યક્રમનું સફળ સંચાલન પ્રા. ડો. જ્યોત્સ્નાબેન ચૌધરી અને પ્રા. ડો. રીપલબેન પટેલએ કરેલ હતું, તેમજ તમામ સ્ટાફમિત્રોના સંપૂર્ણ સહયોગથી આજનો કાર્યક્રમ સફળરીતે પૂર્ણ થયેલ છે. અને આગામી કાર્યક્રમો રાબેતા મુજબ ચાલુ રહેશે.

 

Copyright © Shree UH Chaudhari Arts College Vadgam. All rights reserved. | Designed & Developed By : www.onwebbox.com